Start
January 12, 2021 - 6:00 am
End
January 12, 2021 - 6:00 pm
Categories
Kadi Sarva Vishwavidyalayaશિક્ષણ એ જ સાચી સેવા “ – સિદ્ધ કરતી સંસ્થા : કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ
ભારતની ભૂમિ આધ્યાત્મિકતાની શ્રેષ્ઠ તપોભૂમિ છે. આ ભૂમિ પર અનેક પ્રભુભક્તો સાથે સાથે રાષ્ટ્રભકતો અને સંતોએ જન્મ લીધો છે. સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષ, ૫ મહિના અને ૨૨ દિવસના ટૂંકા જીવનમાં ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગયા અને ત્યાં ભારતનું પ્રતિનિધત્વ કરી હિન્દુધર્મનો જયજયકાર કર્યો. ત્યારબાદ ભારત પરત આવ્યા અને દેશના યુવાનોનું મનોબળ મજબૂત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમનાં સાત્વિક આચારણ, ઉત્સાહપ્રેરક વિચારો અને સંકલ્પ શક્તિથી દેશના યુવાનો પ્રભાવિત થતાં યુવાનોની પ્રેરણામૂર્તિ બની ગયા.સ્વામી વિવેકાનંદે શ્રીમદભગવતગીતા (જ્ઞાન કર્મ સંન્યાય યોગ અધ્યાય- ૪.૩૮)ઃ કથિત
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમહિ વિદ્યતે |
ત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ||૩૮||
( આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી, એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાન્તઃકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે.)જ્ઞાનનામહિમાને તપસ્વી સ્વરૂપે આત્મસાત કરી સમાજને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. આ દિશામાં આજે કર્મયોગીઓ પણ પ્રવૃત્ત છે.આ પરંપરાના અનુસંધાનમાં સ્વામી કેશવાનંદજી એ પણ તપસ્વી બનવા આવેલા છગનભાને પોતાના સમાજને શિક્ષિત કરવાની દીક્ષા આપીને દાનમાં પાંચ રૂપિયા આપ્યા હતાં. વતન પરત થયા બાદ કડવા પાટીદાર સમાજ સ્થાપિત ‘કડવા પાટીદાર કેળવણી મંડળ’માં પોતાની જાતને સમર્પિત કરી દીધી. પ્રારંભમાં આશ્રમ અને બાદમાં શાળા શરૂ કરાવવામાં તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. ગામે ગામ ફરીને બાળકોને શિક્ષિત કરવા માટે હાથ લંબાવ્યા. અને “કર ભલા હોગા ભલા”નું સૂત્ર સાર્થક કરી બતાવ્યું. સંસ્થા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આ સંસ્થા આજે છગનભા પ્રદત્ત સૂત્રને અનુસરી પોતાનાં ધ્યેય પર અવિરત કાર્યરત છે.સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર સંસ્થાના “કર ભલા હોગા ભલા” સૂત્રને સાર્થક કરતાં તેના આજપર્યતના તપસ્વીઓને આજે શબ્દાંજલિ અર્પિત કરું છું. વિદ્યા દાન જ સર્વશ્રેષ્ઠ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે સર્વ વિદ્યાલય. આજે સંસ્થાના આરંભથી આજ સુધી જોડાયેલા તમામ કેળવણીના હિમાયતી તપસ્વીઓનાં કાર્યોને યાદ કરતાં નવી ઉર્જા અનુભવું છું. આ સર્વ વિદ્યાલયના પાયામાં રહેલા પૂજ્ય છગન ભા, નગીનભાઈ, પોપટભાઈ, બાપુભાઈ ગામી, પ્રો. જેઠાલાલ સ્વામીનારાયણ, શેઠ દુર્ગાપ્રસાદ લશ્કરી, તુલસીદાસ ગો. પટેલ, પુરુષોત્તમદાસ ર. પટેલ, સાંકળચંદ કા. પટેલ અને શિવાભાઈ પ્ર. પટેલ, બળદેવભાઈ ડોસાભાઈ પટેલ, ધનાભાઈ હ. પટેલ, શ્રી માણેકલાલ એમ. પટેલ, લક્ષ્મીકાંત ભગુભાઈ, એન.કે. પટેલ, કેશુભાઈ પટેલ, ભોળાભાઈ ચ. પટેલ,કાળિદાસ ઝીણાભાઈ પટેલ, છગનભાઈ કા. પટેલ, ખોડાભાઈ શિ. પટેલ, હરગોવિંદભાઈ ધ. પટેલ, અંબાલાલ સો. પટેલ વગેરે તથા વર્તમાનમાં આ સંસ્થા સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિ સંસ્થા માટે પૂરી નિષ્ઠાથી સેવાકાર્યો કરનાર તપસ્વીઓ છે. આ સંસ્થાના આદર્શોને સાકાર કરવાના પ્રયાસોમાં સતત કાર્યરત છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી અને સંસ્થાના કર્મઠ અને આજની પેઢીના માર્ગદર્શક સંસ્થાના પૂર્વ ચેરમેન સ્વ. માણેકલાલ એમ. પટેલ ‘સાહેબ’ની ૯મી પુણ્યતિથિ છે. તેમનાં વ્યક્તિત્વ અને કાર્યનિષ્ઠા અસાધારણ હતાં. તેમનાં કાર્યોને નવાજતાં કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-કડીના પૂર્વ પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર સ્વ. મોહનલાલ પટેલ સાહેબે નોધેલ શબ્દોઃ “સંસ્થાના પૂર્વ ચેરમેનશ્રી માણેકલાલ એમ. પટેલની નીતિરીતિ ઉદારતાના કારણે તંત્રમાં કયાંય અર્થોપાર્જનની લોલુપતાની આડખીલી નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભરપૂર સાધન-સામગ્રી, સંદર્ભગ્રંથોથી સભર સમૃદ્ધ પુસ્તકાલયો, ઈતર પ્રવૃત્તિઓના બજેટમાં કશી ઓછપ નહીં… અહીં સંસ્થાના બેડાના ખેવૈયામાં દૃષ્ટિ અને ઉદારતામાં ખામી કયાંય શોધી જડે એમ નથી. સંસ્થા માટે દેવું થાય તોપણ એમાંથી સુપેરે દાનનો માર્ગ શોધી લેવાની શ્રી માણેકદાદામાં આવડત છે એટલે દેવું કરીને પણ સંસ્થાનો વિકાસ સાધવાની ખેવના એમનામાં હતી.”એક માત્ર ગુણવત્તાશીલ શિક્ષણ જ નહીં પરંતુ, સેવાપરાયણ માનવીય અભિગમ જાળવી રાખીને સંસ્થા સમાજમાં એક ઉદાહરણ સ્વરૂપ બની રહી છે. માર્ચ ૨૦૨૦થી આજ દિન સુધી વિશ્વ “કોરોના” રોગની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી વલ્લભભાઈએ સંસ્થાની હોસ્ટેલોમાં બે હજાર વ્યક્તિઓને કવૉરટાઈનમાં રાખી શકાય તેવી વ્યવસ્થા તૈયાર કરતાં રાજય સરકાર દ્વારા જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં કડી-ગાંધીનગર ખાતે ૨૦૦૦થી અધિક પરિવારોને લોકડાઉન ચાલે ત્યાં સુધી પર્યાપ્ત માત્રામાં અનાજ, કરિયાણું અને તેલ જેવી ચીજ-વસ્તુઓ ભરેલી કીટ તૈયાર કરીને જરૂરિયામંદ પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત દરરોજ ૧,૦૦૦થી વધુ નિરાશ્રિતોને ભોજન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. વાહનોની જરૂર પડે તો સંસ્થાની તમામ સ્કૂલબસોને સેનેટાઈઝ કરીને તૈયાર રાખવામાં આવી હતી. આ સાથે કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે કડી અને ગાંધીનગર કેમ્પસ દ્વારા ઈમરજન્સી નંબર તથા પેરા મેડિકલ અને તાલીમી કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, વિદ્યાર્થીઓનાં શિક્ષણનાં હિતોને ધ્યાને લઈને સરકાર દ્વારા લોકડાઉનની જાહેર કર્યા પૂર્વે જ સર્વ વિદ્યાલય સંચાલિત તમામ શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન શિક્ષણ-પ્રશિક્ષણ વર્ગો શરૂ કર્યાં હતાં. આજે પણ ઓનલાઈન વર્ગશિક્ષણની સાથે વાલીઓ સાથે સંપર્કસેતુ જાળવી રાખી વિદ્યાર્થીઓને હૂંફ આપવાનો પ્રયાસ ચાલુ જ છે.એક અખબારી યાદીમાં સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, “સંસ્થા છગન ભા એ આપેલા ‘કર ભલા હોગા ભલા’ સૂત્રના નામ સાથે કામ કરી રહી છે. સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓના સહયોગથી ચાલી રહી છે. કપરાં કાળમાં કડી- ગાંધીનગર પંથકના લોકોની સેવા કરી સંસ્થા આ બધાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહી છે.” આમ, સર્વ વિદ્યાલય શિક્ષણની સાથે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પણ મહત્વનું યોગદાન આપી રહી છે. સ્વ.માણેકદાદાના જે આદર્શો હતા એ બધાને વલ્લભભાઈ અને સર્વ પદાધિકારીઓ એક પછી એક સાકાર કરી રહ્યાં છે. ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ માણેકદાદાની પ્રથમ પુણ્યતિથિથી “માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ સ્કોલરશિપ” એનાયત કરવામાં આવે છે. આ અન્વયે આ સંસ્થા દ્વારા આજ સુધી ૧૦ કરોડથી અધિક રૂપિયા વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ સ્વરૂપે આપવામાં આવ્યાં છે.છગનભા દ્વારા અપાયેલા મંત્ર “કર ભલા હોગા ભલા” અને પૂજય માણેકલાલ સાહેબના “શિક્ષણ એ જ સારી સેવા” પરિપૂર્તિ માટે આજે સંસ્થા સાથે જોડાયેલ તમામ હોદ્દેદારો, દાતાશ્રીઓ, શિક્ષક સહિત તમામ સ્ટાફ પ્રયત્નશીલ બની રહ્યાં છે. એક નાગરિક તરીકે હું જોઈ રહ્યો છું કે, પ્રજાજનોએ મહાત્મા ગાંધીજીની શીખઃ “આ સંસ્થાની મુલાકાત લેવા હું એક વર્ષથી આતુર હતો. આ સંસ્થા પાછળ છગનભાઈ વગેરે વ્યક્તિઓ પોતાનું સર્વસ્વ રેડી રહી છે. એ સાંભળ્યું ત્યારથી અહીં આવી જવાનું મન થયું હતું. આ સંસ્થાને કડીના શહેરીઓ અને વડોદરા રાજયના લોકો રક્ષો અને પોષો એ ઈચ્છવા જોગ છે. અહીં તમારા છોકરાને મોકલવા તૈયાર થાઓ તો તે સારી કેળવણી પામી શકે છે. અક્ષરજ્ઞાન કરતાં પણ વધુ મૂલ્યવાન આચાર અને વિચારની શુદ્ધિ તેમને અહીં મળશે.” – હૈયે ધરીને પોતાનાં બાળકોને આ શાળામાં અભ્યાસ માટે મોકલવા પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ જ બાબત સંસ્થાની આગવી મૂડી બની જાય છે.