Gujarat માં સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો.

Gujarat માં સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો. 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:કડીમાં ઉત્તર ગુજરાતનો સૌથી ઉંચો ધ્વજ લહેરાવ્યો,170 ફુટના સ્તંભ પર 45 ફૂટ લંબાઈ અને 30 પહોંળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વ વિદ્યાલય

Start

August 15, 2022 - 8:00 am

End

August 15, 2022 - 12:00 am

Gujarat માં સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો.

76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:કડીમાં ઉત્તર ગુજરાતનો સૌથી ઉંચો ધ્વજ લહેરાવ્યો,170 ફુટના સ્તંભ પર 45 ફૂટ લંબાઈ અને 30 પહોંળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વ વિદ્યાલય કડી ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઈતિહાસ રચવામાં આવ્યો. કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં 15 મી ઓગસ્ટના દિવસે 76 માં સ્વાતંત્ર દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસમાં 170 ફૂટના સ્તંભ ઉપર 45 લંબાઈ અને 30 પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ કાયમી માટે ફરકાવવીને નવો ઈતિહાસ રચ્યો હતો.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં સર્વ વિદ્યાલય આઝાદીના સંગ્રામમાં એક કેન્દ્રબિંદુ બની
15 મી ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાતનો સૌથી 170 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે ફરકાવીને સલામી આપી હતી અને આઝાદીમાં શહીદ થયેલા શહીદોને અંજલિ પણ આપવામાં આવી હતી. ચેરમેન વલ્લભભાઈ પટેલે ઉદબોધન કરતા જણાવ્યું કે, રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સર્વ વિદ્યાલય આઝાદીના સંગ્રામમાં એક કેન્દ્રબિંદુ બની ગયું હતું. 1929 માં પૂજ્ય ગાંધીબાપુએ પણ સર્વ વિદ્યાલય કેમ્પસની મુલાકાત લીધી હતી. સંસ્થાના સ્થાપક અને સંચાલકો પૈકી પૂજ્ય છગનભા દાસકાકા આચાર્ય પોપટલાલ પટેલ આચાર્ય ગામી સાહેબ સહિત અને વિદ્યાર્થીઓ પૈકી મંડળના વર્તમાન પ્રમુખ ડો.કનુભાઈ પટેલના પિતા ધનાભાઈ પટેલે વિદ્યાર્થીકાળમાં આઝાદી અપાવવા માટે ભાગ લીધો હતો. કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના વર્તમાન પ્રમુખ મનુભાઈ પટેલના ભાઇ મણીભાઈ પટેલે વિદ્યાર્થીકાળમાં આઝાદીની ચળવળમાં શહીદી વહોરી હતી.