http://sisfora.pekalongankab.go.id/assets/laporan/ https://jdih.sumbawakab.go.id/ https://perpus.pn-wates.go.id/ https://siat.unpad.ac.id/eoffice2020/uploads/

કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ-મિન્સ સ્કોલરશીપ એનાયત

સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ એનાયત મિકેનિકલ હોલ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેકટર-૧૫ ગાંધીનગર ખાતે ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓએ મેળવી હતી. સંસ્થાના પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં ૧૨ જાન્યુ.૨૦૧૩થી પુણ્યતિથિ

Start

January 12, 2020

End

January 12, 2020

Address

LDRP Campus, Sector-15, KH-5, Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar-382015 Gujarat, India   View map

સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ એનાયત મિકેનિકલ હોલ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેકટર-૧૫ ગાંધીનગર ખાતે ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓએ મેળવી હતી.

સંસ્થાના પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં ૧૨ જાન્યુ.૨૦૧૩થી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ સ્કોલરશીપ” આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયત કરાય છે.

આ સ્કોલરશિપ બે ભાગમાં વહેંચાવામાં આવી છે. જેમાં મેરિટ આધારિત વિદ્યાર્થીઓને માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ સ્કોલરશિપ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા ૮૮૪, જ્યારે આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને શ્રી માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોરશિપના નામે તેમને આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. મીન્સ સ્કોરશિપ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૧૦ છે. તમામને ઉપસ્થિત દાતાશ્રીઓના હસ્તે સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી.

 

દાતાશ્રીઓમાં વિષ્ણુભાઈ પટેલ અને ભગવાનભાઈ પટેલે “નો સ્ટડી વિધાઉટ કડી” સૂત્રને યાદ કરી સંસ્થા સાથેના અનુભવો પ્રસ્તુત કર્યા હતાં.

 

સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્થાની સ્થાપના સમયે છગનભાએ ઘરે ઘરે ફરીને ભણતરનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ મેળવીને વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતાં. સર્વ વિદ્યાલયના શિક્ષણે “નો સ્ટડી વિધાઉટ કડી” સૂત્રની નામના મેળવી છે. જયારે સ્વ.માણેકલાલ એમ. પટેલ સાહેબે સર્વ વિદ્યાલયના છોડને વટવૃક્ષ બનાવ્યું હતું. સંસ્થા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતીને લીધે કેળવણી વિના રહે નહીં તે બાબતે સતત ચિંતિત રહી છે. દાતાશ્રીઓએ સંસ્થાની આ ચિંતાનું ચિંતન કરી કેળવણીના યજ્ઞને આગળ ધપાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈએમ. પટેલ, ડો. કનુભાઈ ડી. પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ગીતાબેન પટેલ, નરેશભાઈ પટેલ,જાગૃતિબેન પટેલ, ભરતકુમાર પટેલ, પ્રભાબેન પટેલ, રશિક પટેલ, તારાબેન પટેલ, બળદેવભાઈ પટેલ,વિમળાબેન પટેલ, રાકેશ ભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, નટુભાઈ અમથાલાલ પટેલ, નયનભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, લતિકાબેન પટેલ, કાળીદાસભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ડો. શૈલેષભાઈ પટેલ, હરજીવનદાસ પટેલ, કૌશિકભાઈ પટેલ, રેણુકાબેન પટેલ, ભગવાનભાઈ પટેલ, શારદાબેન પટેલ સહિત સંસ્થાના હોદેદારોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.

આ સાથે ડો. મણિભાઈ એસ. પટેલ, ડો. જયંતિભાઈ પટેલ. ડો. રમણભાઈ પટેલ, મહેભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, ખોડાભાઈ પટેલ, મનુભાઈ પટેલ સહિત સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, સર્વવિદ્યાલયના સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના આચાર્ય, શિક્ષકગણ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્કોલશિપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

PHP Code Snippets Powered By : XYZScripts.com